કાર્યક્રમમાં નવા હોદેદારોની નિમણુંક કરાશે મોરબી : મોરબીમાં આવતીકાલ ગુરુવારે ભારતીય કિશાન સંઘનું અધિવેશન યોજાશે. જેમાં નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવનાર છે. આવતીકાલ તારીખ 23/12/2021 ગુરુવારના રોજ ભારતીય કિશાન સંઘ મોરબી જિલ્લાનું અધિવેશન યોજાશે અને નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવશે. કાર્યક્રમ સ્થળ ત્રિમંદિર નવલખી રોડ ગામ જેપુર રાખેલ છે. સમય સવારે 10થી 12 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારતીય કિશાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા ઉપસ્થિત રહેશે. સાથે પ્રદેશ કારોબારી સભ્ય ભીખાભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..