મોરબી : મોરબીની એસ.પી. કચેરીના કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા અને હાલ ભુજ પી.એસ.આઈ. તરીકે પ્રમોશન મેળવીને બદલી પામેલા કુલદીપ મોરડિયાને બેસ્ટ ઓનલાઈન કામગીરી બદલ નેશનલ લેવલે નોમીનેટ કરવામાં આવતા તેમણે મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે. મોરબી પોલીસમાં એ.એસ.આઈ. તરીકે કોમ્પ્યુટર સેલમાં કામગીરી કરતા કુલદીપ મોરડિયાએ વિવિધ ઓનલાઈન કામગીરી અને ઓનલાઈન પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય. જેથી, સમગ્ર ગુજરાતમાંથી 3 અધિકારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના ASI કુલદીપ મોરડિયાને પણ નોમીનેટ કરાયા હતા અને મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના હોમ સેક્રેટરીના હસ્તે નોમીનેટ થયેલા અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માળીયાના ખીરઈ ગામના વતની કુલદીપ મોરડિયા મોરબી ખાતે ફરજ બજાવતા હતા, તે દરમિયાન તેમનું નોમીનેશન રાષ્ટ્રીય કક્ષાએ સારી કામગીરી માટે કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને પી.એસ.આઈ. તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને હાલ તેઓ ભુજમાં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેઓને ઠેર-ઠેરથી ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..