ઇન્ડિયા'સ મોસ્ટ પ્રોમિનેન્ટ ફિટનેસ એવોર્ડથી ગુજરાતમાં એક માત્ર મોરબીના જિમનું સન્માન મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ સેવન જનરેશન જીમે મોરબીનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. ગુજરાતમાંથી એકમાત્ર આ જિમને દિલ્હી ખાતે હરભજનસિંઘના હસ્તે ઇન્ડિયા'સ મોસ્ટ પ્રોમિનેન્ટ ફિટનેસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ નાગરિક બેંકની બાજુમાં યદુનંદન કોમ્પ્લેક્ષમાં 5માં માળે સેવન જનરેશન જિમ કાર્યરત છે. જ્યાં પર્સનલ ટ્રેઇનિંગ, વેઇટ લોસ ટ્રેઇનિંગ, ક્રોસ ફિટ, કાર્ડિઓ, ડાયટ અને ન્યુટ્રિશિયનની સુવિધા ઉપલબ્ધ છે. અહીં વિશાળ વર્ક આઉટ એરિયા, પ્રીમિયમ ક્વોલિટીના ઈકવિપમેન્ટ, ફ્રેન્ડલી એનવાયરમેન્ટ સહિતની સુવિધાઓ છે. આ જિમને દિલ્હી ખાતે માર્કેટ રિસર્ચ અને મેરીટ એવોર્ડ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હરભજનસિંઘના હસ્તે ઇન્ડિયા'સ મોસ્ટ પ્રોમિનેન્ટ ફિટનેસ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી એકમાત્ર આ જીમે એવોર્ડ મેળવ્યો છે. જિમના સુપ્રીમો પ્રશાંત રેડીએ આ બહુમાન મેળવવા બદલ સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી છે. ઉલ્લેખનીય છે કે સેવન જનરેશન જિમ સળંગ એક જ ફ્લોર ઉપર 5 હજાર સ્કવેર ફિટ જોગીંગ ટ્રેક ધરાવતું મોરબીનું સૌપ્રથમ જિમ છે. અહીં સ્પેશિયલ લેડીઝ બેચ વિથ લેડીઝ ટ્રેઇનીની પણ વ્યવસ્થા છે. વધુમાં અહીં ફિઝિયોથેરાપી રીહેબીલીટેશનનો પણ કોર્ષ ઉપલબ્ધ છે. સેવન જનરેશન જિમ આધુનિક ઈકવિપમેન્ટની સાથે અનુભવી ટ્રેનરોની ટીમ પણ ધરાવે છે.