હળવદ : હળવદ ખાતે પાણી પુરવઠા બોર્ડની સેક્શન ઓફિસ ખોલવાની માંગ સાથે અન્ન અને નાગરિક પુરવઠાના સલાહકાર પી.પી. જોશી દ્વારા પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવને રજુઆત કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે હળવદ તથા મૂળી તાલુકાના 80 ગામોને જ્યારે પાણીને લઈને કોઈ ફરિયાદ હોય ત્યારે અરજદારને ભાડા ખર્ચી મોરબી જવું પડે છે. આવા નાના કામ માટે અરજદારને હાડમારી સહન કરવી પડે છે. આવા પ્રશ્નોના નિકાલ માટે હળવદ ખાતે એક સેક્શન ઓફિસ ખોલવી જરૂરી છે. જ્યાં એક મદદનીશ ઇજનેરની નિમણુંક કરવી જોઈએ. જેથી પ્રજાના પ્રશ્નો ત્યાં જ ઉકેલાઈ જાય.