બી ડિવિઝન પોલીસે સગીરાનો બસ સ્ટેન્ડ પાસેથી કબ્જો મેળવી વિકાસ વિદ્યાલયને સોંપી મોરબી : મોરબીના વિકાસ વિદ્યાલયમાંથી ત્રણ સગીરા વંડી ઠેકીને ભાગી ગયા બાદ જે તે વખતે બે સગીરાઓની ભાળ મળી હતી.જ્યારે લાપતા થયેલી ત્રીજી સગીરાનો પણ હવે પત્તો લાગ્યો છે. બી ડિવિઝન પોલીસે આ સગીરાનો બસ સ્ટેન્ડ પાસેથી કબ્જો મેળવી વિકાસ વિદ્યાલયને સોંપી છે. મોરબી બી ડિવિઝન મહિલા પીએસઆઇ વાઢીયાએ જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા વિકાસ ગૃહમાં આશ્રય મેળવતી ત્રણ જેટલી સગીરાને રહેવું ગમતું ન હોય ત્યાંથી વંડી ઠેકીને ભાગી ગઈ હતી. આ ગંભીર બાબત ધ્યાને આવ્યા બાદ જે તે વખતે બી ડિવિઝન પીઆઇ વિરલ પટેલ સહિતના પોલીસ સ્ટાફે બે સગીરાને શોધી કાઢી હતી જ્યારે ત્રીજી સગીરા હજુ લાપતા હતી.જો કે આ સગીરા ઘરે ન હોય પણ તેનો ફોન ચાલુ હોય અને રખડતી ભટકતી હોવાથી ફોન કરીને પોલીસે તેણીને પણ બસ સ્ટેન્ડ નજીકથી શોધી કાઢીને હાલ વિકાસ વિદ્યાલયને હવાલે કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..