નિરામય ગુજરાત યોજના અંતર્ગત કેમ્પનું આયોજન મોરબી : નિરામય ગુજરાત યોજના અંતર્ગત મોરબીના વોર્ડ નં.-6માં હૃદયની તપાસનો વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. બીજેપી ડોક્ટર સેલ તથા મોરબી નગરપાલિકાના કાઉન્સિલરના સંયુકત ઉપક્રમે મોરબીના વોર્ડ નં-.૬ના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા નિરામય ગુજરાત યોજના અંતર્ગત લોકો માટે વિનામૂલ્યે હૃદયની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરામય ગુજરાત યોજના અંતર્ગત યોજાઈ ગયેલ આ કેમ્પમાં મોરબીના વોર્ડ નં-.૬ના દરેક દર્દીને હૃદયની પટ્ટી (ECG), ડાયાબિટીસ (RBS), બ્લડ પ્રેશર (BP) વગેરે રિપોર્ટ તથા ડોકટરી તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતા.જરૂરિયાતમંદ દર્દીને 2D-ઇકો,એન્જીયોગ્રાફી,એન્જીયોપ્લાસ્ટી વગેરે સારવાર મા-કાર્ડ અંતર્ગત નિઃશુલ્ક કરી આપવામાં આવેલ હતી. આ ઉપરાંત આયુષ્માન ભારત તથા મા-કાર્ડ ચેક કરવા તથા નવા કાર્ડ કાઢવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ઉપસ્થિત મહાનુભાવો મોરબી નગરપાલિકાના પ્રમુખ કે.કે.પરમાર,જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંજારીયા,અંકુરભાઈ કરથીયા(એચ.ઓ.ડી.આયુષ હોસ્પિટલ),ડૉ.ચેતન અઘારા(ડોક્ટર સેલ પ્રમુખ),મોરબી નગરપાલિકાના સદસ્યો ભગવાનજીભાઈ કંઝારિયા,હનીફભાઈ એચ.મોવર,ધીરેનભાઈ ઠક્કર,નિર્મળાબેન હડિયલ,પ્રભુભાઈ,મોહસીનભાઈ,મનસુખભાઈ પરમાર,કરસનભાઈ હડીયલ,મીનાબેન દીક્ષિત તેમજ વોર્ડ નંબર -6ના પ્રજાજનો હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..