મોરબી : મોરબી તાલુકાની લાલપર ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં સરપંચ તરીકે રમેશભાઈ વાસદળીયાનો વિજય થયો છે. દરેક ઉમેદવારો અને ગ્રામજનોએ પરિણામને સ્વીકારી ગામના વિકાસને લઈને ચર્ચા કરી હતી. હારેલા ઉમેદવારોએ જીતેલા ઉમેદવારોને હાર પહેરાવીને ખેલદિલીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. આ વેળાએ ગામમા રોડ, રસ્તા, ભુગર્ભ ગટર, સ્ટીટ લાઇટ, ડોર ટુ ડોર કચરા કલેકશન , સફાઇ , સી સી ટી વી કેમેરા , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા સુવિધા વધે, સરકારી સ્કુલ સ્માર્ટ સ્કુલ બને,આંગણવાડીમા વધુ બાળકોને લાભ મળે, મોરબી જીલ્લામા સૌથી શ્રેષ્ઠ લાલપર ક્રિકેટ ગ્રાઉન્ડમા જીલ્લા કક્ષાની સ્પર્ધા થાય, તે લક્ષ્ય રાખી બધા સાથે મળી આગળના પાંચ વર્ષમા મોડેલ ગામ બને તે રીતે કામગીરી કરવા સરપંચ રમેશભાઇ વાસદળીયાએ સૌને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.