રિમાન્ડ દરમિયાન એંસીબી દ્વારા લાંચિયા ક્લાર્કની ઉલટ તપાસ કરાશે મોરબી : અમદાવાદ એસીબી ટીમ દ્વારા ગઈકાલે ટીમ્બડી પાટિયા નજીક છટકું ગોઠવી મોરબી પ્રાંત અધિકારીની કચેરીના ક્લાર્ક અને તેના મિત્રને રૂપિયા 75 હજારની લાંચ સ્વિકારતા ઝડપી લેવાયા હતા. આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મોરબી પ્રાંત અધિકારી કચેરીના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા નિર્મલ જીલુભાઈ ખુંગલાએ ફડસર ગામના એક દાવામાં જમીનમાંથી રસ્તો નીકળતો હોય તેના અપીલ કેસમાં અરજદારને રૂપિયા એક લાખ આપો તો તમારા તરફી ચુકાદો આવશે અન્યથા પ્રતિવાદી તરફે ચુકાદો આવશે તેવી દાટી મારી એક લાખની લાંચ માંગી હતી જેને પગલે અરજદારે એસીબીને ફરિયાદ કર્યા બાદ ગઈકાલે અમદાવાદ એસીબીએ છટકું ગોઠવી લાંચિયા ક્લાર્ક નિર્મલ ખૂંગલા અને તેનો મિત્ર ધર્મેન્દ્ર નામનો ઈસમને રૂ ૭૫ હજારની લાંચ લેતા ઝડપી લીધા હતા. દરમિયાન એંસીબીએ આ બન્ને આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.