મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજિત રમત-ગમત અને ડાન્સ કોમ્પીટીશનના ફોર્મ ગુરુવાર સુધી ભરી શકાશે. મોરબીમાં રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા આગામી તા.26/12/2021ને રવિવારના રોજ રમત-ગમત અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે યોજાનાર રમત-ગમત હરીફાઈ,વેશભૂષા અને ડાન્સ કોમ્પીટીશનમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ આગામી તા.23/12ને ગુરૂવાર સુધીમાં ફોર્મ ભરવાના રહેશે. આ ફોર્મ દરિયાલાલ આલુ ભંડાર,નવાડેલા રોડ,મોરબી તેમજ મનોજ ઝેરોક્ષ,કુબેરનાર વાળી શેરી,મોરબી તથા કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ,નવા બસ સ્ટેન્ડ મોરબી ખાતેથી મેળવવાના અને પરત કરવાના રહેશે.જેની ખાસ નોંધ લેવા પ્રમુખની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..