દરેક પ્રકારના સાથ સહયોગ માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ હંમેશા તત્પર:જયંતિલાલ પટેલ મોરબી :મોરબી તાલુકા તેમજ જિલ્લા ગ્રા.પં.ની ચૂંટણીમાં આજરોજ વિજેતા તમામ સરપંચ અને સભ્યોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ જે. પટેલે અભિનંદન પાઠવ્યા છે. જેઓ વધુમાં જણાવે છે કે લોકશાહીના મહાપર્વમાં વિજેતા જાહેર થયેલા ગ્રામ પંચાયતના સરપંચ અને તેની પૂરી ટીમ ખૂબ નિષ્ઠાથી, ઈમાનદારીથી,ખંતપૂર્વક કામ કરી ગામના વિકાસમાં ભાગીદાર બને અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ રીતે સાકાર કરે સાથે સાથે ગામને સ્વચ્છ,સુંદર અને વિકાસશીલ બનાવે તેવી આશા વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યોને જિલ્લા કોંગ્રેસ સમિતિ દરેક પ્રકારનો સાથ અને સહયોગ આપવા હંમેશા તત્પર રહેશે.અંતમા ફરી એકવાર આજરોજ વિજેતા જાહેર થયેલા મોરબી તાલુકા-જિલ્લાના તમામ સરપંચો અને સભ્યોને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી પ્રમુખ જયંતિલાલ જે. પટેલે અભિનંદન પાઠવ્યા છે.