વાંકાનેરના રાતવીરડા ગામ નજીક આવેલ લોસેરો સીરામીક ફેકટરીમાં બનેલો બનાવ વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીમાં રીવર્સમાં આવી રહેલા લોડર હડફેટે આવી જતા એક શ્રમિકનું મૃત્યુ નીપજયું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોસેરો સીરામીક ફેકટરીમાં કામ કરતા વિક્રમ સુકદેવભાઈ ગોરાઈ ઉ.23 નામનો યુવાન કામ કરતો હતો ત્યારે લોડર ટ્રેક્ટર રજી.નં.જીજે-૩૬-એસ-૨૯૬૭ના ચાલક ભેરૂસીંગ વેસ્તા ચૌહાણ, રહે.પીઠાનપુરજી.અલીરાજપુર વાળાએ પાછળ જોયા વગર લોડર ચાલવતા વિક્રમ લોડરની હડફેટે ચડી જતા ગંભીર ઈજાઓ થતા વિક્રમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે વિનોદભાઇ રામજીભાઇ ચારોલાએ લોડર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪મુજબ ગુન્હો નોંધી લોડર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..