રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહકોના અધિકાર અંગે બે સેમિનારનું આયોજન કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના આદેશ મુજબ રાજકોટ શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ'ની સાપ્તાહિક ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના અનુસંધાને 'Consumer Know Your Rights (ગ્રાહક તમારા અધિકાર જાણો)' વિષયે બે સેમીનાર યોજવામાં આવ્યા છે. જેમાં એક સેમિનાર આગામી તા. 23ને ગુરુવારે બપોરના 3 કલાકે હોટલ મહેશ, શનાળા રોડ ખાતે યોજાશે. જેનું ઉદ્ઘાટન જીલ્લા કલેકટર જે. બી. પટેલ દ્વારા કરવામાં આવશે. તેમજ બીજો કાર્યક્રમ આગામી તા. 26ને રવિવારે સવારના 9 કલાકે યોજાશે. આ કાર્યક્રમમા મંત્રી બ્રિજેશભાઈ મેરજાને સન્માનિત કરવાનું આયોજન છે. સમારોહનું ઉદઘાટન રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાશે. આ બંને સેમીનાર હોટલ મહેશ, શનાળા રોડ ખાતે યોજાશે. જેમાં સમારોહના પ્રમુખ તરીકે રાજકોટના ન્યાયમૂર્તિ એન. એમ. ધારાણી, નિવાસી કલેક્ટર એન. કે. મુછાર, મોરબી નગરપાલીકા પ્રમુખ કુસુમબેન પરમાર, પુરવઠા અધિકારી જી. એમ. રૂપાપરા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..