મોરબી :તાજેતરમાં અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત NCSCમાં સજનપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મકવાણા જતીનએ રાજ્યકક્ષાએ બાળ વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામી શાળા સહિત સમગ્ર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા.19થી 21 દરમ્યાન અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત NCSCમાં રાજ્ય કક્ષાએ સજનપર પ્રાથમિક શાળાના ધોરણ ૬ના વિદ્યાર્થી મકવાણા જતીન લાલજીભાઈએ બાળવૈજ્ઞાનિક તરીકે પસંદગી પામી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. મકવાણા જતીન એ આ ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કર્યા બાદ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે હાથ મિલાવી અભિવાદન ઝીલ્યું હતું. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ જતીન મકવાણાને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..