કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન અપાશે મોરબી : મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સદગતના સ્મરણાર્થે આગામી તા. 26ના રોજ સરસ્વતી સન્માન સમારંભ યોજવામાં આવનાર છે. મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્વ. શીતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે અરવિંદભાઈ ચાવડાના સૌજન્યથી 12માં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન આગામી તા. 26ને મહેન્દ્રસિંહજી ટાઉન હોલ, નગરપાલિકા, મોરબી ખાતે બપોરે 1-30 કલાકે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આહીર જ્ઞાતિના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. તથા સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રામબાઈમાંની જગ્યા-વવાણીયાના મહંત જગન્નાથ મહારાજના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંત્રી ચંદુભાઈ હુંબલ, વક્તા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરુ અને સિનિયર એડવોકેટ વી. એચ. કનારા, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઇલાબેન ચૌહાણ, સ્ટેટ જી.એસ.ટી.ના આસિસ્ટન્ટ કમિશ્નર નિર્મલભાઈ ગોગરા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના હાજર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને મંત્રી મયુરભાઈ ગજીયા અને પ્રમુખ અજયભાઇ ડાંગર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..