મોરબી:સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તાજેતરમાં શાકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ શાકોત્સવનો આશરે ૧૫૦૦થી વધુ ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. શહેરની સુવિખ્યાત શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર એવા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન મોરબી શાખા દ્વારા ગત તા.19/12/2021ના રોજ શાકોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. ડો.ભાલોડીયા,બેચરભાઈ, વિનુભાઈ ભોરણીયા, અરૂણભાઇ,બીપીનભાઈ જેવા દાતાઓના આર્થિક સહયોગથી શાકોત્સવ યોજાયો હતો.આ શાકોત્સવમાં 200 કિલો રીંગણાનુ શાક,140 કિલો બાજરાના રોટલા,80 કિલો ખીચડી-કઢી વગેરે પરમ પૂજ્ય ભંડારી ગોવિંદસ્વરૂપદાસજીસ્વામી અને પરમ પૂજ્ય નીલકંઠસ્વામીજીના હસ્તે બનાવવામાં આવ્યું હતું.આ મહાપ્રસાદનો લાભ ૧૫૦૦થી વધુ ભક્તોએ લીધો હતો. રાજકોટ ગુરુકુળ ખાતે યોજાનાર અમૃત મહોત્સવના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજીસ્વામી, શાસ્ત્રી હરિપ્રિયદાસજીસ્વામી, પરમ પૂજ્ય નિર્ગુણજીવનદાસજીસ્વામી વગેરે સંતોએ ભગવાનની કથા વાર્તાનો લાભ આપ્યો હતો.