મોરબીઃ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા મોરબી બાર એસોસિએશનના નવ નિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. અલગ અલગ હોદ્દા પર ચૂંટાયેલા બાર એસોસિએશનના હોદ્દેદારોને મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સન્માનિત કરાયા હતા. મોરબી બાર એસોસિએશનની ચૂંટણીમાં સતત આઠમી વખત ચૂંટણી જીતેલા પ્રમુખ જીતેન્દ્ર સિંહ જાડેજા (જીતુભા), ઉપ પ્રમુખ ચિરાગભાઈ કારીયા, સેક્રેટરી જીતેનભાઈ અગેચાણીયા, જોઈન્ટ સેક્રેટરી કાસમભાઈ ભોરિયા, કારોબારી સદસ્ય ઉદયસિંહ જાડેજાનું સ્વાગત-સન્માન લાભ એસોસિએટ (કેયુરભાઈ પંડ્યાની ઓફિસ) ખાતે કરાયું હતું. શહેર યુવા ભાજપ દ્વારા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરીને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદીપભાઈ હુંબલ તથા તપનભાઈ દવે, ઉપપ્રમુખ તથા પ્રભારી ધ્રુવકુમારસિંહ જાડેજા તથા શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક તથા યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ અજયભાઈ ગરચર, કેયુરભાઈ પંડ્યા, રાહુલભાઈ હુંબલ, મંત્રી શક્તિસિંહ જાડેજા, વિરલભાઈ ખાખરિયા, ITSM ઇન્ચાર્જ શિવરાજસિંહ જાડેજા વગેરેએ હાજર રહી નવનિયુક્ત બાર એસોસિએશનના હોદેદારોનું સન્માન કર્યું હતું.