મોરબી:જિલ્લાભરમાં કોરોનાને નાથવા દિનપ્રતિદિન સઘન વેક્સિનેશન ઝુંબેશ હાથ ધરાઈ રહી છે.જે અંતર્ગત આવતીકાલે જિલ્લાના અલગ-અલગ 144 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. આ વેક્સિનેશન ડ્રાઈવમાં મોરબી તાલુકાના 47,માળીયા તાલુકાના 12, વાંકાનેર તાલુકાના 38, ટંકારા તાલુકાના 15 અને હળવદ તાલુકાના અલગ-અલગ 32 સ્થળોનો સમાવેશ કરાયો છે.રસી લેવામાં બાકી તમામ લોકોને રસી લઈ લેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.