હળવદ : હળવદના પાટિયા ગ્રુપ દ્વારા મોઢ વણિક સમાજની વાડીમાં સેવાભાવીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. ગુરુ દત્તાત્રેય અન્નક્ષેત્રમાં 70 વર્ષથી ચાલતી પ્રભાત ફેરી જેને હળવદ શહેર 'હરે રામ' વાળા તરીકે જાણે છે, તેવા નિ:સ્વાર્થ ભક્તો શિયાળો, ઉનાળો કે ચોમાસામાં પણ અગિયારસ, અમાસ કે પવિત્ર તહેવારે હળવદ શહેરની ગલી-ગલીમાં ફરી લોકો પાસેથી અનાજ ઉઘરાવી તેનો સદુપયોગ કરી બાકી વધેલ અનાજને પંખીઓના ચણ તરીકે વાપરી ધન્યતા અનુભવે છે. આ લોકોનું સન્માન પાટિયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ નિ:સ્વાર્થ સેવા કરતા રામાનંદી સાધુ સમાજ-હળવદ તાલુકાનું પણ સન્માન કરવાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ, નરેન્દ્રભાઈ વોરા મોઢ વણિક જ્ઞાતિના પ્રમુખ, કેતનભાઈ દવે પ્રમુખ શહેર ભાજપ હળવદ, બિપિનભાઈ પ્રભારી કચ્છ, ડો. સી. ટી. પટેલ, કિશોરભાઈ એરવાડિયા, ભારતીબેન, બિપીનભાઈ પરીખ, જતીનભાઈ, ચદુભાઈ ઝાલા, સઇ સુથાર જ્ઞાતિ પ્રમુખની હાજરીમાં નેત્રયજ્ઞ ચલાવતા સાધુ સમાજના સર્વે ગિરીશભાઈ કિલાવતની ટીમના 12 સદસ્યો તેમજ પ્રભાતફેરીના પ્રમુખ કરમશીભાઈ અને ઉપપ્રમુખ હરિભાઈ દલવાડી અને તેમના 41 સભ્યો તથા ત્રણ બહેનો અને ખાસ મેહુલભાઈ બાબરીયાનું સાલ ઓઢાડી સન્માન કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા એનાઉન્સમેન્ટ રાજુભાઇ દવે તેમજ બ્રિજેશ રાવલ સત્યદેવ, દલવાડીભાઈ, સાધુભાઈ, ઉર્મિલાબેન ગઢીયા વિગેરે જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..