મોરબી: મોરબીના વેજપર ખાતે અમર પ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. અમર પ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે અશોકભાઈ ખન્ના દ્વારા ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ, બ્લડ સુગર નિદાન તેમજ આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ વેજપર ખાતે સતવારા જ્ઞાતિની વાડીમાં સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી અલગ અલગ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં ડોક્ટર હસ્તીબેને 100 જેટલા દર્દીઓને તપાસીને દવા આપી હતી. આ ઉપરાંત ડોક્ટર પલક કંઝરિયાએ 50 જેટલા દર્દીઓને બીપી તેમજ બ્લડ સુગર તપાસી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ હાર્દિક જેશાવાની તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી ડોક્ટર ચિંતન મહેશ્વરી દ્વારા આંખની તપાસ કરી દવા તેમજ ટીપાનું વિતરણ કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા માટે લક્ષ્મણભાઈ કંઝરીયા અને સતવારા જ્ઞાતિના પ્રમુખ, ટ્રસ્ટી તથા ચંદ્રલેખાબેન, કૌશિકાબેન રાવલ, રશ્મિન રાવલ, કોઠારીભાઈ, જયસુખભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.