પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે જમી જન્મદિવસ ઉજવ્યો મોરબી : જન્મદિવસ જેવા પાવન દિવસ પર કોઈ અન્ય ખર્ચ કરવાને બદલે કોઈને દાન આપી કે લોકોને જમાડીને પુણ્યનું કામ કરવું જોઈએ.આવું જ પુણ્યનું કામ કરવા અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના મેમ્બર રાકેશભાઈ બરાસરાએ પુત્રી સુષ્ટિના જન્મદિવસ પર સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ પુર્નવસન કેન્દ્ર લક્ષ્મીનગરમાં 150 લોકોને જમાડી અને સાથે જમી જન્મદિવસની ઉજવણી કરી હતી.આવા સારા કાર્યોમાં સહભાગી થવા બદલ ગ્રુપ મેમ્બર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..