તમામ મતદાન બુથો ઉપર પોલીસનો ચાંપતો બંદોબસ્ત અને મતદાન બુથ ઉપર એસપી સહિતના અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ મોરબી : મોરબી જિલ્લામાં હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 197 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે405 બુથ ઉપર એક્દમ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે ત્યારે એસપી ઓડેદરા અધિકારીઓ દ્વારા મતદાન બુથ ઉપર ખાસ વિઝીટ કરીને સમગ્ર મતદાનની પ્રક્રિયા પર નિરીક્ષણ કરી રહ્યા છે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હાલ કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બન્યો હોવાનું એસપીએ જણાવ્યું હતું. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સુરક્ષા માટે મોટાભાગનો જિલ્લાનો.પોલીસ સ્ટાફ ખડેપગે છે. તમામ મતદાન બુથ ઉપર 700 વધુ પોલીસ જવાનો મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યા છે. ખુદ જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા મેદાને આવીને મતદાન પ્રક્રિયાનું સુપરવિઝન કરી રહ્યા છે. હાલ તેમણે માળીયાના સરવડ બુથની મુલાકાત લીધી હતી અને આ તકે તેઓએ જણાવ્યું હતું કે હજુ સુધી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકપણ ગેરરીતિ કે અનિચ્છનીય બનાવ બન્યો નથી.તમામ મતદાન બુથ ઉપર પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા છે. પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ જુદાજુદા ઝોનમાં નિરીક્ષણ કરી રહ્યા છે અને હાલ એકદમ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે.જો કે જિલ્લાના સંવેદનશીલ જાહેર કરાયેલા મતદાન બુથ ઉપર પણ પોલીસનો.લોખડી બંદોબસ્ત હોવાથી શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..