કુબેરનાથ મંદિરમાં સેવા પૂજાનો વારો હોવાથી દફ્તરી શેરીનું મકાન બંધ રાખતા તસ્કરો હાથફેરો કરી ગયા મોરબી : મોરબીના ગ્રીનચોક પાસે દફતરી શેરીમાં મકાન ધરાવતા કુબેરનાથ મહાદેવ મંદિરના પૂજારીના બંધ મકાનને નિશાન બનાવી નિશાચરો રૂ.49000ની રોકડ સહિતની માલમતા ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી દફ્તરી શેરીમાં રહેતા અને કુબેરનાથ મહાદેવ મંદિર અને નીલકંઠ મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા ધિમલગીરી હર્ષદગીરી ગોસાઇ હાલમાં કુબેરનાથ મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરવાનો વારો હોવાથી કુબેરનાથ મંદિરમાં પરિવાર સાથે રહે છે જેથી દફ્તરી શેરીનું મકાન બંધ હોય તસ્કરોએ આ મકાનને નિશાન બનાવી ચોરી કરી હતી. વધુમાં ફરિયાદી ધિમલગીરી હર્ષદગીરી ગોસાઇએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.13 ડિસેમ્બર બાદ બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડા રૂ.10,500 અને રૂ.38,500ની કિંમતના ભગવાનની ચરણ પાદુકાથી લઈ અન્ય આભૂષણો સહિત કુલ રૂ.49,000ની ચોરી કરી ગયા હોવાનું જાહેર કરતા પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ આઈપીસી કલમ 380, 457 અને 454 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..