મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે હાલ ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે.ત્યારે મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે પ્રથમ બે કલાકમાં 9.39 ટકા મતદાન નોંધાયું છે. જેમાં કુલ મતદારો 346897 માંથી 23399 પુરુષ અને સ્ત્રી 9158 મળી કુલ 33557 લોકોએ મતદાન કર્યું છે. જ્યારે મોરબી જિલ્લાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 9.67 ટકા મતદાન નોંધાયું છે.જેમાં કુલ 4011 મતદારોમાંથી સ્ત્રી 99 અને પુરુષ 289 મળી કુલ 388 લોકોએ મતદાન કર્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..