મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી આજે મતદાન શરૂ થતાની સાથે જ કડકડતી ટાઢ વચ્ચે પણ લોકો લોકોશાહીના પર્વને ઉજવવા ભારે ઉત્સાહિત છે અને મતદાન કરવા માટે મતદાન મથકો ઉપર ઉમટી પડીને લોકોશાહીનું પર્વ દીપાવી રહ્યા છે ત્યારે આજે બપોરે 1 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 42.46 ટકા મતદાન નોંધાયું છે.જેમાં કુલ 346887 મતદારોમાંથી પુરુષ 83348 અને સ્ત્રી 63938 મળી કુલ 147286 લોકોએ મતદાન કર્યું છે. જ્યારે જિલ્લાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 1 વાગ્યા સુધીમાં 48.64 ટકા મતદાન નોંધાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..