મોરબી : મોરબી જિલ્લાની 197 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સવારથી ઉત્સાહપૂર્વક મતદાન શરૂ થયા બાદ કડકડતી ટાઢ વચ્ચે પણ મતદારો લોકશાહીનું પર્વ ઉજવવા માટે મતદાન મથકો ઉપર કતારો લાગવતા આજે સવારના 7 વાગ્યાથી સાંજના પાંચ સુધીમાં મોરબી જિલ્લાની 196 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 73.13 ટકા જેવું જંગી મતદાન નોંધાયું છે જેમાં કુલ 346897 મતદારોમાંથી 133845 પુરુષ, 119850 સ્ત્રી મળીને કુલ 253695 લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. જ્યારે મોરબી જિલ્લાની એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 83.69 ટકા મતદાન નોંધાયુ હતું.આ મતદાનની ઉંચી ટકાવારી દર્શાવે છે કે આ ચૂંટણીમાં મતદારોનો અદમ્ય ઉત્સાહ રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..