વડીલોની યુવાનોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ મોરબી : સમગ્ર રાજ્યમાં આજે તા. 19ના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી છે. મોરબી જિલ્લામાં મતદાન મથકોએ સવારથી મત આપવા માટે કતારો લાગી છે. જેમાં વડીલો તથા દિવ્યાંગોએ મતદાન માટે અનેરો ઉત્સાહ દાખવી યુવાનોએ મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. મોરબી જિલ્લાના ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન મથકોએ મતદારોની લાઈનો લાગી છે. જેમાં અનેક અમુક મતદારો એવા પણ છે કે જેઓ મોટી વયના લીધે કે શારીરિક રીતે અશક્ત હોય તો પણ લાકડીના ટેકે કે અન્યોના સહારે આવી પોતાનો વોટ આપી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના રાજપર ગામના 70 વર્ષના જાંબુબેન એરણીયા પરિવારજન સાથે મત આપવા આવેલા હતા. તથા દિવ્યાંગ બાબુભાઇ ખાંભલા ઘોડીના સહારે મતદાન મથકે પહોંચી મત આપ્યો હતો. તેમજ કાંતિપુર ગામના 95 વર્ષના માજી મણિબેન કલોલા પરિવારજનોના સહારે બુથ પર આવી મતદાન કર્યું હતું. તેમજ 91 વર્ષની વયના એક વૃદ્ધ દાદાએ હરખભેર મત આપી મત આપવામાં આળસ કરતા લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. જાંબુબેન એરણીયા બાબુભાઇ ખાંભલા મણિબેન કલોલા મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..