ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામીણ મતદારોમાં ભારે ઉત્સાહ વચ્ચે વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર જાગૃત મતદાતાઓની કતારો જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં આજે 197 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વહેલી સવારથી લોકો પોતાની મતદાનની ફરજ અદા કરવા કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોમાં લપેટાઈ મતદાન કરવા પહોંચી ગયા હતા. સ્થાનિક સ્તરની ચૂંટણી હોય લોકો પોતાના મનગમતા ઉમેદવારને જીત અપાવવા જાગૃત બનીને મતદાન કરતા જોવા મળ્યા હતા. મોરબી જિલ્લાના તમામ પાંચેય તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાતાઓ પહેલા મતદાન બાદમાં અન્ય કામના સૂત્રને પણ સાર્થક કરતા જોવા મળ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..