મારવાડી યુનિવર્સીટી અને ફિઝિયો કૅર સેન્ટર દ્વારા આયોજન મોરબી : મોરબીમાં મારવાડી યુનિવર્સીટી અને ફિઝિયો કૅર સેન્ટર દ્વારા શુક્રવારે ફ્રી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં મારવાડી યુનિવર્સીટી-રાજકોટ તથા ફિઝિયો કૅર સેન્ટર દ્વારા સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ-મોરબીના સહયોગથી ફિઝિયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટથી સ્પેશિયાલિસ્ટ ફિઝિયોથેરાપી ટિમ દ્વારા નિ:શુલ્કપણે તપાસ કરવામાં આવશે.આ કેમ્પનું આગામી તા.24ને શુક્રવારના રોજ સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી સંસ્કાર ઇમેજિંગ સેન્ટર,સ્વામિનારાયણ સંસ્કાર ધામ મંદિરની પાછળ,જી.આઈ.ડી.સી.,મેઈન રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ફિઝિયોથેરાપીસ્ટ ડો.જયેશ પરમાર,ન્યુરો.ફિઝિયોથેરાપીસ્ટ ડો.રાહુલ છતલાણી અને ડો.કેશા અગ્રવાલ,ઓર્થો.ફિઝિયોથેરાપીસ્ટ ડો.શાહરુખ ચૌહાણ,કાર્ડીઓ-પલ્મોનરી ફિઝિયોથેરાપીસ્ટ ડો.કલ્યાણી જીવરાજાની,સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ ડો.ફલક બુચ દ્વારા તપાસ કરવામાં આવશે. આ કેમ્પમાં કમર,ગરદન,ઢીંચણ,ખભા,એડીનો દુખાવો,ફ્રેક્ચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર,હાથ,પગ તથા મોઢાના લકવા,પેરાલીસીસ,કંપવાની સમસ્યા,સ્નાયુ,મગજ અને ચેતાતંત્રના રોગો,બેલેન્સની સમસ્યા,સાયટીકા/ગાદી ખસવી/સાંધાના વા/ઘૂંટણનો ઘસારો/રમત-ગમતમાં ઇજા તેમજ કોરોના પછી ફેફસાની કસરતો,ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ(COPD) માટેની કસરતોની જરૂર હોય તેવા તમામ દર્દીઓ લાભ લઈ શકશે. આ કેમ્પનો લાભ લેવા માંગતા દરેક દર્દીએ પોતાના જુના રિપોર્ટ સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.રજીસ્ટ્રેશન માટે મો.63597 01933 પર સંપર્ક કરવો અને મારવાડી યુનિવર્સીટી,મોરબી રોડ,રાજકોટ ખાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..