- text
મોરબી : મોરબીના બેલા રોડ ઉપર આવેલ સિરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની બાળકીને તાવ, શરદી અને ઉધરસની દવા પીવડાવતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા રોડ ઉપર ગોડવીન સીરામીકમાં કામ કરતા બદ્રિલાલ વર્માની પુત્રી અન્નીયાબેનને શરદી, તાવ અને ઉધરસની દવા પીવડાવતા મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે બાળકીના મૃતદેહને સરકારી હોસ્પિટલ મોરબી લાવવામાં આવતા ફરજ ઉપરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text