મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 214 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. કોરોનાને નાથવા જિલ્લાભરમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોને રસી અપાઇ રહી છે આ માટે જિલ્લા વહીવટીતંત્ર સઘન કામગીરી કરી રહ્યું છે ત્યારે આવતીકાલે અલગ-અલગ 214 સ્થળોએ કેમ્પ યોજાશે. આ 214 સ્થળોમાં મોરબી તાલુકાના 77 સ્થળો, માળીયા તાલુકાના 12 સ્થળો, વાંકાનેર તાલુકાના 53 સ્થળો, ટંકારા તાલુકાના 25 સ્થળો, હળવદ તાલુકાના 47 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 42070 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 2930 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવામાં આવશે.