શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. કારણ કે શિયાળામાં શાકભાજીની બજાર વિવિધ શાકભાજીથી ઉભરાતી હોય છે. જેમાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. લસણ ઓષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેથી, શિયાળામાં લીલું લસણ ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. તેના પાન પણ શરીરને બીમારીઓથી બચાવે છે. લીલા લસણના ફાયદા 1. લીલા લસણમાં વિટામિન સી આયર્ન હોય છે જે શરીરને એબ્ઝોર્પશનમાં મદદ કરે છે. તેનાથી રેડ બ્લડ સેલ્સનું પ્રમાણ વધે છે અને શરીરમાં બ્લડ સર્કુલેશન સારી રીતે થાય છે. 2. લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. તેથી, તેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. 3. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે. લીલા લસણમાં મેગ્જીનનું ઉચ્ચ પ્રમાણ હોય છે. આ તત્વ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. લસણના લીલા પાનમાં સક્રિય તત્વ એલિસિન બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછુ કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. 4. ડાયાબિટિસના દર્દીઓએ લીલા પાન ખાવાથી લીલું લસણ લાભ થાય છે. હાઈ બીપીને લીલું લસણ કાબુમાં રાખે છે. 5. શિયાળામાં લીલું લસણ ખાવાથી શ્વસન તંત્ર બરાબર રીતે કામ કરે છે. 6. લીલું લસણ એન્ટીસેપ્ટિક ગુણ પણ ધરાવે છે. જો કોઈ પ્રકારના ઘા શરીરમાં હોય તો તેને ઠીક કરવામાં પણ લીલુ લસણ મદદ કરે છે. 7. હાઈ બ્લડ પ્રેશની સમસ્યામાં પણ તેનું સેવન કરવાના ફાયદા મળે છે. તેના સેવનથી હૃદય રોગો અને સ્ટ્રોકનો ખતરો ઓછો થઈ જાય છે. 8. લીલા લસણમાં હાજર એન્ટી ઈન્ફ્લામેન્ટ્રી ગુણ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. તેનાથી ડાઈઝેશન સારૂ રહે છે અને બ્લોટિંગની સમસ્યા નથી થતી. 9. લીલા લસણનું સેવન શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેના માટે લીલા લસણને ઉકાળીને તેના પાણીનું સેવન કરો. લીલા લસણને ચાવીને ખાવાથી ફાયદા મળે છે. 10. લીલા લસણમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબાયોટિક ગુણ પેટમાં બેક્ટીરિયાના સંતુલનને વધારે છે અને મેટાબોલિઝમને પણ સારૂ કરે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..