સામાજિક કાર્યકર દ્વારા રાજ્યમંત્રીને લેખિત રજૂઆત મોરબી : મોરબીમાં સામાકાંઠેથી ઉપડતી મોરબી-રાજકોટ ઇન્ટરસીટી બસ ફરીથી ચાલુ કરવા સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલ દ્વારા મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કોવીડ-19 લોકડાઉન પહેલા મોરબીથી રાજકોટ ઇન્ટરસીટી બસ કે જે સામાકાંઠે, મોરબીથી શરૂ કરવામાં આવેલ હતી. તે લોકડાઉન દરમ્યાન બંધ કરી દેવામાં આવેલ છે. મોરબીમાં સામાકાંઠેથી દરરોજ 3 વખત ઉપડતી હતી. જેનો સમય સવારે 8-30, બપોરે 2-30 અને સાંજે 5-30 વાગ્યાનો હતો. હાલમાં પુન: સરકારી, ખાનગી ઓફીસો તથા તમામ ધંધા-રોજગાર ફરીથી ચાલુ થઇ જતા અપડાઉન કરતા કર્મચારીઓ તથા ધંધાર્થીઓ માટે આ ઇન્ટરસીટી બસ પુનઃ શરૂ કરવામાં આવે તેવી રજુઆત કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..