ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી : મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીને ધ્યાને લઇ મતદારો નિર્ભયપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમ્યાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહી તેમજ અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિ આચરે નહી તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા 100 મીટરની ત્રિજયામાં અનઅધિકૃત લોકોને એકત્રિત થવા ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામામાં અનુસાર તા.૧૯ના રોજ ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા કે લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ/કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન/ધંધાના સ્થળે આવવા-જવા,ફરજ પરના પોલીસ એસઆરપી/હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને આ જાહેરનામા અન્વયે મુક્તિ આપવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..