મોરબી:એલીટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ (એલીટ B.B.A. વિભાગ) દ્વારા આજરોજ કોર્પોરેટ ડેનું ભવ્ય આયોજન કરવામાં આપ્યું હતું. વિદ્યાર્થીઓને કોર્પોરેટ જગતનું જ્ઞાન મળે તે માટે કોર્પોરેટ ડે યોજાયો હતો. કોર્પોરેટ ડેમાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ થાય એ માટે Express Yourself, Group Discussion, Personal Interview વગેરે કોમ્પિટિશન પણ યોજાઇ હતી. આ સમગ્ર આયોજન એલિટ B.B.A. કોલેજના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ એલિટ B.B.A. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. એલિટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ કલોલા સર તથા પ્રિન્સિપાલ શ્રી મિતલ મેનપરા મેડમે વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.