કોરોના વેક્સીન મુકાવવા જનાર સાથે આરોગ્ય કર્મચારીની ખુલ્લી વાતચીત મામલે તપાસ શરુ મોરબી : કોરોના વેક્સીન મુકાવ્યા બાદ તાવ આવવો સામાન્ય હોવાથી સરકારી તંત્ર દ્વારા વેક્સીન મુકાવવા આવનારને શરૂઆતથી જ બબ્બે પેરાસીટામોલ આપવામાં આવે છે પરંતુ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા હમણાં હમણાં પેરાસીટામોલ જેવો પ્રાથમિક દવા ખલાસ હોવાની રેકર્ડ વગાડી વેક્સીન આપ્યા બાદ દવા નથી તેઓ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ મામલે નગરપાલિકાના પૂર્વ ચેરમેનને કડવો અનુભવ થતા ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરાતા તપાસ શરૂ થઇ છે. મોરબીના ગોકુળનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વેક્સીન મુકાવ્યા બાદ વેક્સીન મુકાવનારને પેરાસીટામોલની ગોળી આપવામાં ન આવતા આ મામલે મોરબી નગર પાલિકાના પૂર્વ ચેરમેન કાનજીભાઈ નકુમે ગોકુળનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર અધિકારીને ફોન કરતા તેઓએ સ્પષ્ટ ભાષામાં જણાવ્યું હતું કે હાલમાં દવાનો સ્ટોક ખાલી છે તમારે રસી મુકાવવી હોય તો જ મુકાવજો, કે તો બજારમાંથી દવા લઈ લેજો. વધુમાં પાલિકાના પૂર્વ ચેરમેને ઉપરી અધિકારીનો નંબર આપવા જણાવતા આરોગ્ય અધિકારીએ ઉપરી અધિકારી નહીં પણ ભાજપ સરકારને ફોન કરીને દવા માંગવા વણ માંગી સલાહ પણ આપી દીધી હતી. જો કે આ મામલે જિલ્લા વેક્સિનેશન અધિકારી વિપુલ કારોલિયાએ યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. આમ, મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર પાસે વેક્સિનેશન બાદ આપવાની થતી પેરાસીટામોલ જેવી દવા ન આપતા હાલમાં મામલો ગરમાયો છે અને તાવ કળતરમાં ઉપયોગી દવા નોસ્ટોક શું ખરેખર ખાલી થઇ ગયો છે કે પછી દર્દીઓને હેરાન કરવા આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારી આવું વર્તન કરી રહ્યા છે તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..