મોરબી : સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઇ હુબંલ, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઈ વાંક તેમજ ઉપપ્રમુખ રાહુલભાઈ હુંબલ, કેયુરભાઈ પંડ્યા, મિતુલભાઈ ધ્રાંગા અને રવિભાઈ રબારી તેમજ જયેશભાઇ ડાભી સહીત સમગ્ર ટીમ હાજર રહી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..