મોરબી: મોરબી જિલ્લામાં આવતીકાલે ગુરૂવારે મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત અલગ-અલગ 157 સ્થળે કોરોના વેક્સિન આપવામાં આવશે. કોરોનાને મ્હાત આપવા માટે જિલ્લાભરમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે આવતીકાલે ગુરૂવારે મેગા વેક્સિનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અતંર્ગત મોરબી જિલ્લાના 157 સ્થળે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ 157 સ્થળોમાં મોરબી તાલુકાના 53 સ્થળો, માળીયા તાલુકાના 12 સ્થળો, વાંકાનેર તાલુકાના 43 સ્થળો, ટંકારા તાલુકાના 19 સ્થળો, હળવદ તાલુકાના 30 સ્થળોનો સમાવેશ થાય છે. જિલ્લામાં આવતીકાલે 17000 કોવિશિલ્ડ વેક્સિનના ડોઝ અને 2450 કોવેક્સિન વેક્સિનના ડોઝ આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.