વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ ઉપર નવાપરા વિસ્તારમાં સગીરાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના પંચાસર રોડ ઉપર રહેતા રાજેશભાઇ ડાભીની પુત્રી ભૂમિબેન ઉ.વ.૧૬ પોતાના ઘેર ઉપરના માળે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..