મોરબી : મોરબી તાલુકા પોલીસે મકનસર સિમ વિસ્તારમાંથી વિદેશીદારૂની 12 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે મકનસર ગામની સીમમાં ઇન્ટોના ભઠ્ઠા પાસે બાવળની કાટમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરવાની પેરવી કરી રહેલા મકનસર ગામના આદીપ ઉર્ફે કાનો સવજીભાઇ થરેશાના કબ્જામાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી લખેલ શીલપેક બોટલ નંગ-12 કિં.રૂ.4500નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી આરોપીના કોવિડ ટેસ્ટ બાદ વિધિવત ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..