હત્યાના બનાવની ગણતરીની કલાકોમાં જ એલસીબી અને ટંકારા પોલીસે આરોપીને દબોચી લીધો મોરબી : ગાંધીધામના પડાણામાં આવેલ લેબર કોલોનીમા હત્યાના બનાવને અંજામ આપી આરોપી એસટી બસમાં નાસી છૂટ્યો હોવાની માહિતી મળતા ટંકારા પોલીસ અને એલસીબી સ્ટાફ હરકતમાં આવ્યો હતો. આ અંગેની નાકાબંધી કરાતા ટંકારા પોલીસ અને એલસીબી સ્ટાફે મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ પાસેથી હત્યાના બનાવની ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. ગાંધીધામ જીલ્લાના પડાણામા લેબર કોલોનીમા હત્યાનો બનાવ ગઈકાલે બન્યો હતો અને આ હત્યાના બનાવને અંજામ આપી હત્યા કરનાર આરોપી નાસી છૂટ્યો હતો.આથી આરોપીને પકડી લેવા જીલ્લામા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ પર સઘન વાહન ચેકીંગ કરી હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના આવતા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ એલ.સી.બી.મોરબી નાઓને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યાને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસટીમા બેસી નાસી છુટેલ છે તેમ હકિકત મળેલ હોય અને જે હકિકતથી તેઓએ સ્ટાફને વાકેફ કર્યા હતા. આથી એલસીબી સ્ટાફ અને ટંકારા પોલીસે મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ ટુ રાજકોટ વાળી નીકળતા જે રોકી ચેકીંગ કાર્યવાહી કરતા મજકુર હત્યા કરી નાસી ગયેલ આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ.૨૩ રહે પડાણા તા.જી ગાંધીધામ મુળ રહે બોહસસા જી ધમો એમ.પી) મળી આવતા તેની પ્રાથમીક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરી નાસી છુટેલ હોવાની કબુલાત આપતા આરોપીને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસ ને સોપી આપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ એલ.સી.બી.મોરબી તથા ટંકાર પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર, પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર, પો.કોન્સ જયદેવસિહ ઝાલા, પો.કોન્સ રાજેશભાઈ ડાંગર, પો.કોન્સ પો.કોન્સ સતિષભાઈ રાજેશભાઈ બસીયા તેમજ મોરબી જીલ્લા એલ.સી.બી.ટીમનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.