મોરબી : ગીતાજયંતીના પાવન દિવસે તેમજ દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે ઉદારદિલ દાતા દ્વારા ભરતનગર પ્રાથમિક શાળાને ટેલિવિઝનની ભેટ આપવામાં આવી છે. ગીતા જયંતીના પાવન દિવસે દાતા ભરતભાઈ મકનભાઈ ફેફર (ભરતવન પાર્ટી પ્લોટ)એ પોતાની દીકરી ક્રિષ્નાના લગ્ન પ્રસંગ નિમિત્તે ભરતનગર પ્રાથમિક શાળાને 43 ઇંચના ટીવીની ભેટ આપી સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણીયા તથા સમગ્ર શાળા પરિવારે ભરતભાઈ, તેમના પત્ની ચંદ્રિકાબેન, પુત્રી તેજસ્વી તથા ફેફર પરિવારનો આભાર માની હર્ષની લાગણી અનુભવી હતી.