કાર્યક્રમમાં બેન્કના વાઇસ ચેરમેન મોરબીના મગનભાઈ વડાવીયા ઉપસ્થિત રહ્યા મોરબી : રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. ઓપ. બેંક લી.ને 'ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક' તેમજ 'ધી બેસ્ટ ડિજિટલ બેંક'નો એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ. ચેરમેન અને બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા સહિતનાઓએ સ્વીકાર્યો હતો. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપ. બેંક લી.ને સમગ્ર દેશમાં નમુનેદાર કામગીરી બદલ રાષ્ટ્રીય લેવલની સંસ્થા 'બેન્કિંગ ફ્રન્ટિયર'તરફથી રાષ્ટ્રીય લેવલે 'ધી બેસ્ટ કો-ઓપરેટિવ બેંક' તેમજ 'ધી બેસ્ટ ડિજિટલ બેંક' એમ બે એવોર્ડ ગોવા ખાતે એનાયત કરવામાં આવેલ છે. એવોર્ડ સેરેમની અને કો.ઓપ. સમિટમાં ભાગ લેવા તથા એવોર્ડ સ્વીકારવા બેન્કના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા કે જેઓ મોરબી માર્કેટિંગ યાર્ડના વાઇસ. ચેરમેન અને કૃભકોના ડિરેકટર છે, એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા, ડિરેકટર વિરભદ્રસિંહ જાડેજા, દલસુખભાઈ બોડા, બેંકના સી.ઈ.ઓ. વી. એમ. સખીયા તથા એડમીન મેનેજર એચ. ડી. તળપદા હાજર રહ્યા હતા. જે બદલ બેંકના ચેરમેન અને યુવા કિસાન નેતા જયેશ રાદડીયા જીલ્લા બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટરો તેમજ જનરલ મેનેજર તથા બેંક અને મંડળીના તમામ કર્મચારીઓ તેમજ ખેડુત સભાસદો અને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના તમામ સહકારી પરિવારને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..