સિવિલ હોસ્પિટલમાં 195 ઓક્સિજન બેડ પણ તૈયાર : હજુ સુધી પોઝિટિવ દર્દી ન આવતા તંત્રને રાહત મોરબી : સૌરાષ્ટ્રમાં ઓમીક્રોનની એન્ટ્રી સાથે મોરબી જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે. સંભવિત ઓમીક્રોનને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર સજ્જ બનીને આગોતરી વ્યવસ્થા ઉભી કરી છે.જેમાં સિવિલમાં 10 બેડ ઉભા કરાયા છે અને સિવિલ હોસ્પિટલમાં 195 ઓક્સિજન બેડ પણ તૈયાર રાખી દેવાયા છે. મોરબી જિલ્લાના હજુ સુધી કોરોનાના નવા સ્વરૂપરૂપી ઓમીક્રોનનો પોઝિટિવ દર્દી ન આવતા તંત્રને રાહત અનુભવી છે. જો કે કોરોનાનો છેલ્લો ગત તા 24 ના રોજ એક કેસ સામે આવ્યો હતો.આ કેસ પણ રીકવર થઈ જતા મોરબી જિલ્લો હાલ કોરોનો મુક્ત છે. હાલ કોરોનાનો એકપણ કેસ ન હોવાથી ભયમુક્ત જીવનશૈલી છે. પણ સૌરાષ્ટ્રમાં ઓમીક્રોને દસ્તક દેતા જિલ્લા આરોગ્ય તંત્ર સચેત બનીને સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. મોરબી જિલ્લામાં ઓમિક્રોન ના દર્દીઓ માટે 10 અલગ બેડ અને એક ખાસ વોર્ડ તૈયાર કરી દેવાયો છે.જેમાં ઓમીક્રોનના કોઈને લક્ષણો દેખાતા હોય તો તેને તેમાં રાખવામાં આવે છે. હજુ કોરોનામાં પણ નિરાંત છે.પણ ઓમીક્રોનને પહોંચી વળવા મોરબી સિવિલ હોસ્પિટલમાં 195 ઓક્સિજન બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ ટેસ્ટમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે.જેમાં છેલ્લા દશેક દિવસમાં જોઈએ તો પહેલા 800, 900 ટેસ્ટ થતા એમાં વધારીને હવે 1300 થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. આમ ઓમીક્રોન સામેની લડાઈમાં આરોગ્ય તંત્રએ તમામ તૈયારીઓ કરી લીધી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં સુવિધાઓની મોટી ખામી અને આગોતરી વ્યવસ્થા ન હોવાથી ભારે કટોકટી સર્જાઈ હતી. ત્યારે આ ત્રીજી લહેરમાં આવી અંધાધૂંધી ન થાય તે માટે તમામ કાળજી લેવામાં આવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..