નિબંધ લેખન અને વકતૄત્વ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીનીઓ પ્રથમ સ્થાને મોરબી : “આઝાદી કા અમૄત મહોત્સવ” અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં મોરબીની તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલની વિદ્યાર્થીની ગોલ ક્રીશા નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે અને છગાણી વિધી વકતૄત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. શિક્ષણ વિભાગ ગુજરાત તેમજ GCERT ગાંધીનગર પ્રેરીત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ દ્વારા “આઝાદી કા અમૄત મહોત્સવ” કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો કલા ઉત્સવ 2021-'22માં તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ મોરબીની માધ્યમિક વિભાગની વિદ્યાર્થીની ગોલ ક્રીશા રજનીશભાઇએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ છે તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી છગાણી વિધી અજયભાઇએ વકતૄત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. જે બદલ શાળાના ચેરમેન અશોકભાઇ રંગપરીયા તેમજ પ્રિન્સીપાલ નરેશભાઇ સાણજા તેમજ સમગ્ર શાળા પરિવાર ઉત્તરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..