ગીતા પઠન અને યજ્ઞ દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરાઈ મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગીતા પઠન અને યજ્ઞ દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરાઈ હતી. મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે આજે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલી જોડાયા હતા. આ તકે ગીતા પઠન અને યજ્ઞ દ્વારા ગીતા જયંતીની ઉજવણી કરી ભગવત ગીતાને જીવનમાં ઉતારવાની શીખ અપાઈ હતી. વિશ્વનું શ્રેષ્ઠતમ જ્ઞાન ગીતામાંથી મળે છે ત્યારે સાર્થક વિદ્યામંદિર પરિવાર આ જ્ઞાન માટે સતત પ્રયત્નશીલ છે અને શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનો પ્રસાર તેમજ પ્રચારના કરવાનું આહવાન આપ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..