મોરબી : મોરબી તાલુકાના અદેપરથી નવા ગામ જવાના રોડ ઉપર જૂની અદાવતમાં યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબીના અદેપર ગામે રહેતા મહેશભાઇ મોમૈયાભાઇ ખટાણા અદેપરગામથી નવાગામ વચ્ચે રોડમાં પુલ ટપી નવા ગામ તરફ જતા હતા ત્યારે જુના ઝઘડાનો ખાર રાખી વાંકાનેરના પંચાસિયા ગામના નવઘણભાઇ કરશનભાઇ ગરચર નામના શખ્સે લોખંડના પાઈપથી હુમલો કરી હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. આ ઘટના અંગે મહેશભાઇની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે નવઘણભાઈ વિરુદ્ધ આઈઓઈસી કલમ ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..