રોડ ઉપર બે ખુટિયા વચ્ચે બરાબરની લડાઈ જામી, રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જાયો મોરબી : શહેરમાં ખુટિયાઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઇ રહ્યો છે. ત્યારે આ ત્રાસનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ખુટિયાઓએ કલેકટર બંગલા પાસેના રોડને અખાડો બનાવી દીધો હતો. અંદાજે એક કલાક જેટલો સમય ધમાચકડી કરી આ ખુટિયાઓએ રોડ ઉપર ટ્રાફિક જામ પણ સર્જી દીધો હતો. મોરબીમાં રખડતા ખુટિયાઓનો આતંક છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. આ ખુટિયાઓએ કોઈના જીવ જોખમમાં મુક્યા હોવાના અનેક બનાવો ભૂતકાળમાં બન્યા છે. ત્યારે આજે નાગર પ્લોટ પાસે આવેલ જિલ્લા કલેકટરના બંગલા પાસે જ બે ખુટિયાઓએ લડાઈ શરૂ કરી રોડ ઉપર આતંક મચાવ્યો હતો. અંદાજે એક કલાક સુધી બન્ને ખુટિયાઓએ રોડના ટ્રાફિકને અસર પહોંચાડી હતી. અમુક સમય માટે રોડ બ્લોક પણ થઈ ગયો હતો. મોરબીમાં ખુટિયાઓની સમસ્યા વધી રહી છે. ત્યારે નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે. કોઈ રાહદારી કે વાહન ચાલકોનો ભોગ લેવાય તે પૂર્વે પાલિકા આ અંગે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..