રસ્તો ઓળંગતી વેળાએ અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છૂટ્યો મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ખીરઇ ગામના પાટીયા સામે અજાણ્યા વાહન ચાલકે રસ્તો ઓળંગી રહેલા શ્રમિક યુવાનને હડફેટે લઈ અકસ્માત સર્જી મોત નિપજાવી નાસી છૂટતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ તા.12ના રોજ મોડી રાત્રે મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર ખીરઇ ગામના પાટીયા સામે નાગડાવાસ ગામે રહેતા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક નાહરીયાભાઇ મેસુભાઇ સીગાલા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી નાહરિયાભાઈનું મૃત્યુ નિપજાવ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે મૃતકના સાળા અર્જુનભાઇ લાભુભાઇ ગણાવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..