મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે મેગા વેકસીનેશન યોજાવાનું છે. જેમાં 222 સ્થળોએ 49 હજારથી વધુ ડોઝ ઉપલબ્ધ કરવામાં આવશે. મોરબી જિલ્લામાં કોરોનાને નાથવા માટે રસિકરણ અભિયાન પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ જિલ્લાના 222 સ્થળોએ વેકસીનેશનના કેમ્પોનું આયોજન આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં કોવિશિલ્ડના 45120 અને કોવેકસીન 3900 ડોઝ મળી કુલ રૂ.49020 ડોઝ ઉપલબ્ધ કરવામાં આવનાર છે. આ મેગા વેકસીનેશનનો લાભ લેવા આરોગ્ય વિભાગે જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..