કાર્યક્રમમાં શિવલિંગનું નિર્માણ કરી અગ્રણીઓ દ્વારા પૂજન કરાયું માળીયા (મી.) : વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ ધામમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામે 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમનું આયોજન કરી શિવલિંગની પૂજા કરવામાં આવી હતી. હિન્દૂ ધર્મના સૌથી પવિત્ર સ્થળ કાશી વિશ્વનાથ મંદિરને નવનિર્માણ કરી, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ વિધિ નિમિતે મોરબી જિલ્લાના માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામે 'દિવ્યકાશી ભવ્યકાશી' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહંત સ્થાને રામબાઈ માતા મંદિરના મહંત પ્રભુદાસ તથા રાજકીય આગેવાનોમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેસંગભાઈ હૂંબલ, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માળીયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન નિર્મલસિંહ, તાલુકા પંચાયતના સદસ્ય અશોકભાઈ બાવરવા, માળિયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઇ પડસુંબિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ જયદીપભાઈ સંઘાણી, માળીયા તાલુકા આઈ.ટી. સેલના ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, ભાવપર ગામના સરપંચ મણિલાલ બાવરવા, મનહરભાઈ ગામી તથા ગામલોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ સારી રીતે દિપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવપર ગામના વતની એવા હરજીવનભાઈ ગઢીયા એ આબેહૂબ શિવલિંગનું નિર્માણ કરી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમને સંપૂર્ણ સફળ બનાવવા માટે માળીયા તાલુકા ભાજપ પ્રભારી સુભાષભાઇ પડસુંબિયા તથા જયદીપભાઈ સંઘાણીની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..